Headlines

રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારે વર્ષ 2025ના અંતિમ દિને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫

       દેશના પ્રથમ હરોળના ઔદ્યોગિક એકમ રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અંબાણીએ આજરોજ વર્ષ 2025ના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ 2026 સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી કામના કરી હતી.

       બાદમાં તેઓએ શારદામઠની મુલાકાત લઈ, બ્રહમચારી નારાયણાનંદજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *