Headlines

ખંભાળિયામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬

       ખંભાળિયા શહેરમાં માનવ સેવા સમિતિના ઉપક્રમે મુંબઈ સ્થિત ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શાંતાબેન ગુલાબરાય બદીયાણી (ગાંધી) ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

   આ પ્રસંગે માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી, સંસ્થાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ મજીઠીયા અને ધીરેનભાઈ બદીયાણીએ જરૂરી વ્યવસ્થા સંભાળી, મુંબઈ સ્થિત દાતાઓની આ સેવાભાવનાને બિરદાવી હતી.

    અહીંની સેવા સંસ્થા લલિતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે યોજાયેલા નેત્ર કેમ્પ પ્રસંગે દરેક દર્દીઓને ધાબળાનું વિતરણ કરવા માટે સંસ્થાના હેમતભાઈ જેઠવા, સુંદરજીભાઈ સુરેલીયા, દિલીપભાઈ વિઠલાણીએ જહેમત ઉઠાવી હતી. દરેક દર્દીઓએ સારી ક્વોલિટીના ધાબળા મેળવી, દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *