
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
વિદેશના જાતજાતના કુતરાઓને લોકો પાળી રહ્યા છે અને ભારતના દેશી કુતરાઓ સ્ટ્રે ડોગ્સની વ્યાખ્યામાં આવીને રખડતું ભટકતું જીવન જીવી રહ્યા છે અને હઈડ-હઈડ થઈ રહ્યા છે ત્યારે તેમને પણ સન્માનજનક સ્થાન મળે અને સમાજ એક જવાબદારી સમજીને દેશી ભારતીય કૂતરાને પણ સાચવતો થાય તેવા ઉમદા હેતુથી ભારતીય સ્વાન બચાવો અભિયાનના ભાગરૂપે પોરબંદરના જીવદયાપ્રેમીઓ દ્વારા પોરબંદર ચોપાટી ખાતે ભારતીય શ્વાનને બચાવવા છેલ્લી અપીલનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. અને આ કાર્યક્રમમાં હાજર રહેવા તમામ જીવદયા પ્રેમીઓને હાજર રહેવા જાહેર નિમંત્રણ અપાયું છે. આવતીકાલ રવિવાર 4 જાન્યુઆરીના રોજ સાંજે 5:00 વાગ્યે ચોપાટી ખાતે આ કાર્યક્રમ યોજાશે અને તેનો ડ્રેસ કોડ સફેદ શર્ટ, ઝભ્ભો, ટીશર્ટ, કુર્તી, બ્લુ જીન્સ જાહેર કરાયા છે જે પહેરીને જ આવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ભારતીય સ્વાનને સન્માન જનક સ્થિતિ આપવા અને બચાવવા આ એક મરણિયો પ્રયાસ છે અને તે માટે ગાંધીજીનું સૂત્ર ડુ ઓર ડાઈ અથવા તો કરો યા મરો અપનાવીને આ અભિયાન આગળ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ અને સમગ્ર જીવદયા પ્રેમીઓ વતી ડો નેહલ કારાવદરા અને તેમની ટીમે તંત્ર પાસે દેશી સ્વાનને બચાવવા અને સાચવવા માટે એક “ડોગ લેન્ડ”ની માંગણી પણ કરેલી છે. તંત્ર દ્વારા આ માંગણી અંગે હકારાત્મક પગલાં લેવામાં આવે તો ભારતીય શ્વાન માટે ઘણું કરી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર શ્વાન જ નહીં અનેક અબોલ પશુ પંખીઓની સેવાઓ માટે માત્ર પોરબંદરમાં જ નહીં સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં માનવંતું સ્થાન ધરાવે છે.
