સાળંગપુર, તા. ૦૫-૦૧-૨૦૨૬
(કુંજન રાડિયા દ્વારા)
સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મંદિરે રવિવારે દેશના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. મુકેશભાઈ અંબાણી સાથે આવેલા તેમના પુત્ર અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પછી તેમના દ્વારા મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડનું અનુદાન પણ જાહેર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2026ના પ્રારંભે શ્રી મુકેશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવ બાદ કષ્ટભંજન હનુમાનજીને શીશ ઝુકાવી, નોંધપાત્ર અનુદાન આપીને પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.



(ફોટો:- કુંજન રાડિયા)
