Headlines

સાક્ષી તરીકે આપેલી જુબાનીનો ખાર રાખીને આરંભડાના યુવાનને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૬

     ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા વેજાભાઈ સાજણભાઈ હાથીયા નામના 24 વર્ષના યુવાન ગત તા. 5 જાન્યુઆરીના રોજ જઈ રહ્યા હતા, ત્યારે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા નક્ષ ઉર્ફે નાગેશ વેગડા નામના શખ્સે તેના ઘર પાસે ફરિયાદી વેજાભાઈને અટકાવી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

       ફરિયાદી વેજાભાઈ તથા આરોપી નક્ષ ઉર્ફે નાગેશ અગાઉ મિત્રો હતા, ત્યારે વર્ષ 2023 ના સમયગાળામાં આરોપી સામે ગંભીર ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં વેજાભાઈ સાક્ષી હતા અને જુબાની આપી હતી. આ કેસ ચાલી જતા આરોપી નાગેશનો નિર્દોષ છુટકારો થયો હતો. આ પ્રકરણ બાદ વેજાભાઈએ આપેલી જુબાની બાબતનો ખાર રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે મીઠાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *