ઓખામાં માછીમારોની જાગૃતિ અર્થે પોલીસ તંત્ર દ્વારા પતંગ વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬

      ઓખાના દરિયા કાંઠા વિસ્તારમાં માછીમારોની જાગૃતિ અર્થે આ અંગેના બેનરો સાથે પતંગ વિતરણ નું આયોજન ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

      કોસ્ટલ સિક્યુરિટી વિભાગના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા પોલીસ અધિક્ષક સુબોધ માનકરની સુચના મુજબ માછીમારોની જાગૃતિ અંગે ફીશરમેન અને ફીશરમેનના પરીવારમાં ફીશીગ દરમ્યાન ધ્યાનમા રાખવાની સુચનાના બેનર સાથેના પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

       જે અન્વયે ઓખા મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઓખાના આર.કે. બંદર તથા ડાલ્ડા બંદર ખાતે માછીમારો અને તેમના પરીવાર સાથે ફિશીંગ દરમિયાન ધ્યાનમા રાખવાની સુચનાના બેનર સાથેના પંતોગોનું વિતરણ કરી, ઓખા મરીન પોલીસ દ્વારા ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *