જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામા ચોરી/ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા સૂચના કરેલ હોય જ અનુસંધાને રાણાવાવ વિભાગના ડીવાયએસપી ધુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સૂચના આપેલ હોય જ અન્વયે પીએસઆઇ આર.વી.મોરી તથા રાણાવાવ સ્ટાફના માણસો દ્વારા કુલ મોબાઈલ નંગ-10 કુલ કિ.1,31,700/- ની કિંમતના મોબાઈલ CEIR પોર્ટલ ની મદદથી શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોને પરત સોપી આપેલ છે.
કોને કોને પાછા મળ્યા?
૧ અરજનભાઈ રાજાભાઈ કરંગીયા રહે. રાણા કંડોરાણા ગામ
૨ સતીષભાઈ છગનભાઈ પરમાર રહે. સ્ટેશન પ્લોટ રાણાવાવ
૩ અમીતભાઈ ભીખુભાઈ પાતર રહે. આબેડકર નગર રાણાવાવ
૪ રમેશભાઈ દેવશીભાઈ ચાવડા રહે. સ્ટેશન પ્લોટ રાણાવાવ
૫ વેજાભાઈ કાનાભાઈ ભેડા રહે. રાણા કંડોરાણા ગામ
૬ પ્રકાશભાઈ લખુભાઈ બાપોદરા રહે. પીપળીયા ગામ
૭ સતીષભાઈ હરજીભાઈ ટ્રકડીયા રહે. ટ્રકડા ગોસા ગામ
૮ અમીના ઇસુબભાઈ સમા રહે. રાણા બોરડી ગામ
૯ મીલન સરમણભાઈ પાંડાવદરા રહે. સ્ટેશન પ્લોટ રાણાવાવ
૧૦ રવી મહેન્દ્રભાઈ સોલંકી રહે. જુનાગઢ
