Headlines

વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની શાળાનો પ્રવાસ યોજાયો

હરેશ જોષી, કુંઢેલી

વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ દ્વારા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને પ્રત્યક્ષ નિહાળી તેમના વિશે માહિતગાર થઈ શકે તેવા હેતુસહ પ્રાચી,સોમનાથ,ભાલકાતીર્થ, જુનાગઢ (ગીરનાર,ઉપરકોટ, સક્કર બાગ, દામોદર કુંડ,તળેટી), સત્તાધાર, રૂપલધામ રામપરા(ગીર),ધારી (ગળધરા ખોડિયાર, આંબરડી સફારી પાર્ક) અને તુલસીશ્યામ એમ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ત્રી-દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ શિક્ષણનો જ એક ભાગ હોય, ધોરણ 6 ની બાળાઓએ ઉત્સાહભેર પ્રવાસમાં ભાગ લઈ પ્રાકૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ આનંદ અને જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *