Headlines

મહિલાઓ, બાળકોના ટેલેન્ટ નિખારવા “રાજકોટ ગોટ ટેલેન્ટ” કાર્યક્રમ યોજાયો

– મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા: વિજેતાઓને કરાયા પુરસ્કૃત –

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬

       મહિલા સંસ્થા – રાજકોટ દ્વારા દર વર્ષે બાળકો અને બહેનોની છુપાયેલી ટેલેન્ટ બહાર લઈ આવવા માટે એક ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગત રવિવારે રાજકોટની જાણીતી વી.જે. મોદી સ્કૂલ ખાતે “રાજકોટ ગોટ ટેલેન્ટ” નામના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનો અને બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. તેમના દ્વારા ડાન્સ, સિંગિંગ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ધાર્મિક ટોપીક, સ્પોર્ટ્સ વિગેરે જુદા જુદા પર્ફોર્મન્સ આપીને પોતાની ટેલેન્ટ રજૂ કરવામાં આવી હતી.

       આ બદલ પ્રોત્સાહન રૂપે દરેક પાર્ટીસીપેન્ટને રાજકોટ ગોટ ટેલેન્ટ ટીમ દ્વારા ટ્રોફી, સર્ટિફિકેટ અને લિટલ માસ્ટર પ્લે હાઉસ દ્વારા સ્મૃતિભેટ પણ આપવામાં આવી હતી. આ સાથે દરેક સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે બેસ્ટ 8 ર્ફોર્મન્સ પણ નિર્ણાયકો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. વુમન્સ કેર ક્લબ, અતુલ્યમ પ્લે હાઉસ, લીટલ માસ્ટર પ્લે હાઉસ, જેમ્સ ચિલ્ડ્રન ક્લબ અને ફેમિના ગ્રુપ કે જે તમામ આ “રાજકોટ ગોટ ટેલેન્ટ” ટીમ સાથે સંકળાયેલા છે, તેમના દ્વારા મહિલાઓ અને બાળકો માટે અવારનવાર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.

        આ મુદે આયોજકો દ્વારા જણાવાયા મુજબ હાલ કોઈપણ કાર્યક્રમ કરવો હોય તો વેન્યુ ખૂબ જરૂરી છે. જે રાજકોટની પ્રથમ હરોળની વી.જે. મોદી સ્કૂલે વેન્યુ સ્પોન્સર કરીને આપી હતી. એ માટે સમગ્ર સ્કૂલ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, બાળકો તથા તેમના માતા-પિતા અને મહાનુભાવો સાથે સહકાર આપનાર તમામનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

       આ સમગ્ર આયોજન માટે હીનાબેન પોપટ, મેઘનાબેન રાવલ, ફાલ્ગુનીબેન ગોકાણી, આરતીબેન ટિલાવત અને મમતાબેન રતનધારિયાનો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *