રફીક મલેક, ભાવનગર
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા જનરલ મેનેજર વિવેક ગુપ્તાને કર્મચારીઓની વિવિધ માંગણી સંદર્ભે આવેદનપત્ર અપાયું હતું.
તા 22/01/2026 નાં રોજ ભાવનગર ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા પધારેલ. આ તકે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓની વિવિધ માંગણીને લઈને સંઘના ડિવિઝનલ સેક્રેટરી બી.એન.ડાભી અને તેની ટીમ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવેલ. જેમા કર્મચારીઓની ઈન્ટર રેલવે તથા સ્પાઉસ ગ્રાઉન્ડ પર ટ્રાન્સફર કરવા માટે પૂરપાટ માત્રામાં કર્મચારીઓ ભાવનગર ડિવિઝનને ફાળવણી કરવી, સાસણગીર , સોમનાથ તથા દીવ ખાતે હોલી ડે હોમ માટની ભાડે પદ્દ પર વ્યવસ્થા કરવી, જેતલસરથી લોકો લોબીને રાજકોટ ખાતે ટ્રાન્સફર કરેલ તેની સમીક્ષા કરીને ભાવનગરના કંટ્રોલ હેઠળ કરવી,
પોઈન્ટ્સમેન કેટેગરીમાં રહેલ 189 જગ્યાઓ તુરંત ભરવી તેમજ મુખ્ય સ્ટેશનો પર તેમની ડ્યુટીની સમીક્ષા કરવી,
10 ટકા ઈન્ટેક કોટામાં પસંદગી પામેલાં કર્મચારીઓને તુરંત છૂટ્ટા કરવા માટે વધારે કર્મચારીઓ ભાવનગરને આપવા,
ડીઆરએમ ઓફિસ તેમજ વિવિધ ફિલ્ડ ઓફિસમાં ઉનાળા પહેલાં એર કન્ડીશનર (એસી)ની વ્યવસ્થા કરવી,
નોકરી દરમ્યાન તેમજ આવન જાવન સમયે એક્સિડન્ટ દરમ્યાન ઈજા થવા માટે મળવાપાત્ર રજા મંજુર કરવી,
જૂનાગઢ , વેરાવળ , પોરબંદર જેવા મુખ્ય સ્ટેશનો પર રેલવે કમ્યુનિટી હોલની વ્યવસ્થા કરવી, ભાવનગર વર્કશોપમાં ગ્રુપ ઈન્સેટીવ સ્કીમ દાખલ કરવી તેમજ કાયમી વર્કશોપ અધિકારીની નિમણૂક કરવી, રેલવે કર્મચારીઓને મળવાપાત્ર રેલવે આવાસની વર્કશોપ સ્ટાફ તેમજ મુખ્ય સ્ટેશનો પર વ્યવસ્થા કરવી, વર્કશોપમાં ફેક્ટરી એક્ટ મુજબ રેલવે કર્મચારીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અધિકારીઓની વ્યવસ્થા કરવી, ભાવનગર ડિવિઝનના તમામ ગેટ પર મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવી અને કન્ડીશનમાં સુધારો કરવો, ટીઆરસી સ્ટાફને જરૂરિયાત મુજબ બોટાદ રેલવે સ્ટેશન ખાતે રેલવે આવાસ તાત્કાલિક ધોરણે આપવાં,
લોકો પાયલોટ અને ફાર્માસિસ્ટને રતલામ ટ્રાન્સફર માટે થયેલ અન્યાયમાં ઘટું કરવું સહિતની માંગણીઓનું એક લિસ્ટ રજૂ કરાયું હતું. જનરલ મેનેજરે આપવામાં આવેલ મેમોરેન્ડમને લઈને સકારાત્મક પ્રતિસાદ આપેલ અને વહેલી તકે યોગ્ય પગલા લેવાની ખાતરી આપી હતી.
ભાવનગર આવેલા વેસ્ટર્ન રેલવેના જીએમ વિવેક ગુપ્તા સમક્ષ કર્મચારીઓની વિવિધ માંગણીઓનો થાળ પીરસતા વેસ્ટન રેલ્વે મજદૂર સંઘના ડિવિઝનલ સેક્રેટરી બી.એન. ડાભી અને કર્મચારીઓ
