Headlines

ભાવનગરથી દિલ્હી, અયોધ્યા, સુરત, કચ્છને જોડતી ટ્રેનો શરૂ કરવા જેમ વિવેક ગુપ્તા સમક્ષ માંગણી મુકતા ભાજપ અગ્રણી કિશોરભાઈ ભટ્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર વિવેક ગુપ્તાજી ભાવનગર પધારતા ભાવનગર પરા રેલવે સ્ટેશન ખાતે ભાજપના આગેવાન સૌરાષ્ટ્ર પેસેન્જર એસોશિએશનના જોઈન્ટ સેક્રેટરી વંદે માતરમ સેવા સંઘના પ્રમુખ પૂર્વ કોર્પોરેટર કિશોર ભટ્ટ
ભાજપા અગ્રણીઓ દાણાપીઠ વેપારી એસોસિયેશનના પ્રમુખ પૂર્વ ડેપ્યુટી મેયર કે ડી શાહ, હરદેવસિંહ ગોહિલ, હિતેશભાઈ પરીખ, કૌશિકભાઇ અજવાળીયા, મહેશભાઈ પટેલ સહીત આગેવાનોનું ડેલિકેશન વેસ્ટર્ન રેલ્વે જનરલ મેનેજર વિવેક ગુપ્તાજીને મળી રેલવેની ટ્રેનો સુવિધા ખાસ કરીને ભાવનગર સુરત ટ્રેન વંદેભારત જે મંજૂર થયેલ છે જે સત્વરે ચાલુ કરવા, ભાવનગર કચ્છ ભુજ નવી ટ્રેન ચાલુ કરવા
ભાવનગર હરિદ્વાર સપ્તાહમાં બે વાર છે તે દૈનિક ટ્રેન ચાલુ કરવા, ભાવનગર અયોધ્યા સપ્તાહમાં 1 વાર છે તેને સપ્તાહમાં બે વાર ટ્રેન ચાલુ કરવા, ભાવનગર દિલ્હી સીધી ટ્રેન આપવા, ભાવનગર સુરેન્દ્રનગરને બદલે મોટાભાગની ટ્રેનો બોટાદ ધંધુકા ભીમનાથ બાવળા અમદાવાદ ગાંધીગ્રામ ટ્રેન રૂટ ઉપર ચલાવા, ભાવનગર _દિલ્હી સીધી વંદે ભારત ટ્રેન ચાલુ કરવા, ભાવનગર પાલીતાણા દિવસમાં ચાર વાર ટ્રેન સુવિધા હતી /જતી /આવતી તે પુન: ટ્રેન સુવિધા ચાલુ કરવા, બોટાદ અમદાવાદ વચ્ચે અરણેજ બુટમાં ભવાની મંદિર તેમજ/ ગણેશ મંદિર ગણપતપુરા ખાતે સ્ટોપેજ આપવા, મંજુર થયેલા ઓવર બ્રીજ /અંડરબ્રીજ નું કામ સત્વરે ચાલુ કરવા રજુઆત આવેદન પત્ર આપવામાં આવેલ. ડેલીગેશનને શાંતિથી સાંભળી સત્વરે યોગ્ય કરવા જણાવેલ હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *