જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬
ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા આ 36 માં સમૂહ લગ્નમાં ઉપસ્થિત આગેવાનો, જ્ઞાતિજનોએ નવદંપતીઓને શુભાશીષ અને શુભકામનાઓ પાઠવી હતી. આ આયોજન માટે જ્ઞાતિના હોદ્દેદારો, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
