મહુવામાં હોલી ફેમિલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડીત, મહુવા

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહુવામાં હોલી ફેમિલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં સ્કૂલ પ્રિન્સિપલ. અને શિક્ષક ગણ અને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી પીબીએસ સેન્ટરના કાઉન્સેલર જીજ્ઞાબેન ગોસ્વામી અને હેતલબેન મકવાણા તેમજ સાયબર ક્રાઇમ વિભાગ માંથી ધ્રુવભાઈ મહેતા હાજર રહ્યા હતા.
BBBP કેલેન્ડર આપવામાં આવેલ. મહિલા અને બાળ વિકાસ વિભાગમાં અલગ અલગ યોજનાઓ ચાલે છે જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, તાપીબાઈ ભાવનગર નારી ગ્રુહ પાલિતાણા. વિશે માહિતી આપી અને વ્હાલી દિકરી યોજના. વિધવા સહાય યોજના.સ્વાવલંબન યોજના. યોજના કિયા માહિતી આપવામાં આવી અને ઇમર્જન્સી કોન્ટેક નંબર જેમકે પોલીસ હેલ્પ નંબર 112, મહિલા હેલ્પ 181.
ચાઇલ્ડ હેલ્પ લાઈન નંબર 1098.
લાંચરૂન્સ 1064. નંબર વિશે માહિતી આપવામાં આવી. તેમજ એક થી પાંચ ધોરણ દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *