–
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસ તંત્રમાં સામૂહિક બદલીઓ કરી જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ વિગેરે દરજ્જાના કુલ 98 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલીઓ કરી છે.
જેમાં ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિપકભાઈ રાવલીયાને એલસીબી વિભાગમાં તથા જીગ્નેશભારથી ગોસ્વામી, જે.પી. જાડેજા, યોગરાજસિંહ ઝાલા, રમેશભાઈ માધર, નજમાબાનુ કંઠિયા, હેતલબેન અમરેલીયા, રાજલ રાવલીયા, દિવ્યરાજસિંહ જાડેજા મહીદિપસિંહ જાડેજા અને લાલજીભાઈ જોશીને ભાણવડ ખાતે બદલવામાં આવ્યા છે.
આ સાથે જિલ્લાના અન્ય પોલીસ મથકો સલાયા, વાડીનાર, ભાણવડ, દ્વારકા ઓખા વિગેરે પોલીસ મથકના કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે.
