Headlines

ભાવનગરના વલભીપુર તાલુકાના પચ્છેગામમાં ભાઈશ્રી અને લાલ બાપુની હાજરીમાં યોજાશે ત્રિવેણી મહોત્સવ 

મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, વલભીપુર

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પછેગામ મુકામે ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન તા. ૨૨-૨-૨૦૨૪ થી તા. ૨૮-૨-૨૦૨૪ સુધી રાખવામાં આવેલ છે. આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે તા. ૨૬-૨-૨૦૨૪, ગુરુવારના દિવસે સંત લાલબાપુ પછેગામ આવી રહ્યા છે. આ શુભ દિવસે લાલબાપુ તરફથી ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે. જેમાં કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહેશે.

વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે જે વ્યક્તિ તમાકુ છોડશે તેમને ૫૫૧ ગાયત્રી મંત્રનું પૂન્ય તેમજ દારૂનું વ્યસન છોડશે તેમને ૧૧૦૦ ગાયત્રી મંત્રનું પૂન્ય અર્પણ કરશે અને તેમનો પરિવાર સુખી થાય તે હેતુથી આ અભિયાન રાખવામાં આવેલ છે. વિશેષમાં વલ્લભીપુર શહેર સહિત તાલુકાના ૫૪ ગામ ધુમાડાબંધ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

સેવા સ્વરૂપે વલ્લભીપુર શહેર તથા વલ્લભીપુર તાલુકાના ૫૪ ગામોમાં ગાયને નીરણ, કૂતરાને લાડુ, પંખીને ચણ, માછલીઓને બુંદીદાણા અને કીડીઓને કીડિયાર માટેનો સહયોગ પૂ. લાલબાપુ તરફથી આપવામાં આવશે.

આ પાવનકરી ધાર્મિક મહોત્સવમાં સર્વે ધર્મપ્રેમી લોકોને ભોજનપ્રસાદ લેવા પધારવા સંતશ્રી લાલબાપુ ગાયત્રી આશ્રમ – ગધેકડ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *