Headlines

નવા રતનપરમાં જાહેરમાં ગૌમાતાનું મૃત્યુ થતાં પંચાયતે અંતિમવિધિ કરી

નવા રતનપર, 22 ફેબ્રુઆરી
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના સ્મશાનો નજીક એક ગાય માતાનું મૃત્યુ થતાં આ અંગે બે દિવસ બાદ આજે સરપંચ ગૌતમ બારૈયાને જાણ થતા તેમણે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને આજે સ્વયંસેવક jcb બિઝનેસ પર્સન અને અન્ય સ્વયંસેવકોની મદદથી સ્મશાન નજીક જ તેની દફનવિધિ કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે સરપંચ ગૌતમ બારૈયા માત્ર માનવસેવા જ નહીં પશુ સેવા માટે પણ જાણીતા છે. અગાઉ થોડા સમય પહેલા એક નીલ ગાયનું ગામના પાટ તળાવમાં ડૂબી જતા અવસાન થયું હતું ત્યારે પણ તેમણે આ નીલ ગાયની અંતિમ વિધિ કરાવી હતી એ ઉપરાંત અગાઉ એક આખલાની અંતિમવિધિ પણ તેમણે કરાવી હતી. તેમણે જણાવ્યું કે આજે જેસીબી માલિક ભાવેશભાઈ બેચરભાઈ બારૈયાએ તુરંત જ સ્થળ ઉપર આવી પોતાના જેસીબીની સેવા વિના મૂલ્ય આપી હતી. પંચાયતની આ કાર્યવાહી પ્રશંસા પાત્ર બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *