Headlines

પૂ.મોરારીબાપુ દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની કેન્સર સ્ક્રીનિગ વેન ની મુલાકાત લઈ આશીર્વાદ અને શુભેચ્છાઓ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

રેડક્રોસ સોસાયટી ને જેનબર્ક દ્વારા આપવા માં આવેલ આશા વેન જે 10 પ્રકાર ના કેન્સર નું પ્રાથમિક સ્ક્રીનીંગ કરે છે જે “આશા વાન” સત્ય, પ્રેમ અને કરુણાની ધરતી તલગાજરડાના આંગણે પૂજ્ય મોરારિબાપુના આશિષાર્થે પધારી હતી જ્યાં પૂ.મોરારીબાપુ બાપુ એ વેન ની મુલાકાત લઈ ને આ ખૂબ જ સેવા કાર્ય ગણાવી ને શુભેચ્છાઓ આપી હતી તેમજ વેન ની મુલાકાત લઈ ને કેન્સર ના વિવિધ પ્રકારો અને વેન માં થઈ રહેલા પરીક્ષણો ની વિગતો મેળવી ને કેન્સર ના નિદાન માટે ના જરૂરી આ પ્રયાસ ની પ્રશંસા કરી હતી અને ગ્રામ્ય વિસ્તાર સુધી સેવાઓ પહોંચવા થી અનેક લોકો ને આ લાભ મળશે જેની ખુશી વ્યક્ત કરી હતી.

   પૂજ્ય મોરારિબાપુના વરદ્ હસ્તે કેન્સર સ્ક્રીનિંગ અને જનરલ હેલ્થ ચેકઅપ સેવા કાર્યને પ્રેરણાદાયી આશીર્વાદ પ્રાપ્ત થયા હતા બાપુ એ વેન ના સાધન ની પૂજા કરી ને ડોકટર અને મેડિકલ ટિમ તથા રેડક્રોસ ના હોદ્દેદારો ને બાપુ દ્વારા પ્રસાદી અને સન્માન કરવા માં આવ્યું હતું.
   સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશ સાથે આરોગ્ય જાગૃતિ અને સેવા નો સુંદર સંકલ્પ સાકાર બનતો જોવા મળ્યો, આશા વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ, મેમોગ્રાફી યુનિટ તથા નિષ્ણાંત ટેલી કન્સલટેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, જેના માધ્યમથી ગ્રામ્ય અને શહેર બંને વિસ્તારમાં ૧૦ પ્રકારના કેન્સરનું સ્થળ પર જ પ્રાથમિક સ્ક્રીનિંગ શક્ય બને છે. વહેલા નિદાન માટે આ વાન અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. 

 આ વેન માં ફેફસાં કેન્સર, મોઢાનું કેન્સર ,રક્ત કેન્સર, સ્વાદુપિંડ કેન્સર,ગર્ભાશય કેન્સર, યકૃત કેન્સર , આંતરડાં કેન્સર, વૃષ્ણ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર વગેરે ની પ્રાથમિક તપાસ આ આશા વેન માંથી કરવા માં આવે છે.
 પૂ.મોરીરીબાપુ પાસે રેડક્રોસ ના હોદેદારો ડો.મિલન દવે, સુમિત ઠક્કર, વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, મહુવા રેડક્રોસ સોસાયટી ના હોદેદારો જયપ્રકાશભાઇ દોશી, ડો.ઉમેશભાઈ જોશી, હરકિશનભાઇ મહેતા, મનદીપભાઈ દોશી ,મેહુલભાઈ વ્યાસ, અશોકસિંહ ચુડાસમા વગેરે જોડાયા હતા.
  આ સેવા કાર્ય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સંચાલિત છે તથા જેનબર્ક કંપનીના સહયોગથી પ્રાપ્ત થયેલ આ વાન આરોગ્ય સેવાનો જીવંત સંકલ્પ બની અનેક લોકો માટે આશાનું કેન્દ્ર બની રહી છે. પૂ.મોરારીબાપુ દ્વારા વેન ની સેવા ને બિરદાવી એ ગૌરવ પૂર્ણક્ષણ હોવા નું રેડક્રોસ સોસાયટી દ્વારા જણાવવા માં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *