વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૬
22 ફેબ્રુઆરી સ્કાઉટીંગ પ્રવૃત્તિના અધ્ય સ્થાપક બેડની પોવેલ નો જન્મદિવસ સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી થીંકીંગ ડે એટલે કે મનન દિવસ તરીકે ઉજવે છે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 22 ફેબ્રુઆરી ને રવિવારના રોજ શ્રી ગિજુભાઈ કુમાર મંદિર ખાતે ચતુર્થવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રવૃત્તિના સ્થાપક બેડન પોવેલ અને લેડી બેડન પોવેલ ની પ્રતિમાને સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ વર્ષ 2025 26 મા પ્રવૃત્તિમાં નવા જોડાયેલા વિદ્યાર્થીઓને અજયભાઈ ભટ્ટ અને સરલાબેન સાકરીયા દ્વારા દીક્ષા અર્પણ કરવામાં આવી હતી ઉપસ્થિત શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્કાર્ફ પહેરાવી સન્માનિત કર્યા હતા ત્યારબાદ હાજર તમામ કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ દ્વારા શાળાની સફાઈ કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા સંઘના પદાધિકારીઓ તેમજ શાળાના આચાર્યશ્રી પુષ્પાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી ગિજુભાઈ કુમાર મંદિર, દક્ષિણા મૂર્તિ કુમાર મંદિર, વિદ્યાધીશ વિદ્યાસંકુલ, સ્વામિનારાયણ ગુરુકુળ, એમ એસ બી શાળા નંબર 69, એમ એસ બી શાળા નંબર 38, એમ એસ બી શાળા નંબર78, સ્વામી વિવેકાનંદ રોવર ક્રુ, રાણી લક્ષ્મીબાઈ રેંજર ટીમ તેમજ સિનિયર કાઉટ ગાઈડ અને શિક્ષકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ ના માર્ગદર્શનમાં સરલાબેન સાકરીયા, માર્ગેશભાઈ મકવાણા, મનદીપ ભાઈ તેમજ સિનિયર સ્કાઉટ ગાઈડ એ જહેમત ઉઠાવી હતી.

