જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજરોજ હુતાસણી પર્વની ધર્મમય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા સ્થળોએ આજરોજ રાત્રે વિવિધ ચોઘડિયામાં હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ખંભાળિયામાં જુની લોહાણા મહાજન વાડી પાસે ગાડીત પાડામાં દાયકાઓ જૂની રજવાડાના સમયની રાવળી હોળી તેમજ અહીંના રામનાથ સોસાયટી, રામ મંદિર, નવાપરા, બેઠક રોડ વિગેરે સ્થળોએ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહિલાઓએ ધાણી, દાળિયા, ખજૂર, શ્રીફળ વડે હોળીની પૂજા કરી, પ્રદક્ષિણા કરી હતી. અનેક શ્રદ્ધાળુઓએ હોળીની 108 પ્રદક્ષિણા કરી આસ્થા વ્યક્ત કરી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
