જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬
ખંભાળિયાના બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના જાણીતા વેપારીની પુત્રીએ સી.એ. ફાઇનલમાં થ્રુઆઉટ ઉતીર્ણ થઈને નાની ઉંમરે સી.એ.ની ડિગ્રી હાંસિલ કરીને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.
ખંભાળિયાના જુના અને જાણીતા જલારામ બાંધણી વાળા બ્રહ્મક્ષત્રિય સ્વ. મુકેશભાઈ ભૂતની પૌત્રી તથા પુનિતભાઈ અને પૂર્વીબેન ભૂતની સુપુત્રી સારંગી ભૂતએ જાન્યુઆરી 2026 માં લેવામાં આવેલી સી.એ. ફાઇનલની પરીક્ષામાં નોંધપાત્ર એવા 338 ગુણ પ્રાપ્ત કરીને સી.એ. ફાઈનલ થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તેજસ્વી વિદ્યાર્થીને સારંગી ભૂતએ પ્રાથમિક, હાઈસ્કૂલ અને કોલેજથી માંડીને સી.એ. સુધીની તમામ પરીક્ષાઓમાં નોંધપાત્ર ગુણ સાથે થ્રુઆઉટ પાસ થઈને ભૂત પરિવાર સાથે સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ અને ખંભાળિયા શહેરનું ગૌરવ વધાર્યું છે.

(ફોટો: કુંજન રાડિયા)
