Headlines

ખંભાળિયામાં મહિલા દિન નિમિતે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં મહિલાઓને કરાયા પુરસ્કૃત 

– જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રથમ વખત પ્રેરણારૂપ આયોજન –

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬

     ખંભાળિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન મોટાણી અને મહામંત્રી લીલાબેન લેહરુ તથા દિપ્તીબેન કણજારીયાના વડપણ હેઠળ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ અહીંના જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે “મહિલા સન્માન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

       આ પ્રસંગે વિશિષ્ટ સેવા – સિધ્ધિ બદલ મહિલાઓને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલા આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રસિકભાઈ નકુમ અને ભરતભાઈ ગોજીયા તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો, સહકાર્યકર્તાઓ અને મિત્રોની ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર બહેનોને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

     આ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિએ રહી. આ સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમના સફળ આયોજન બદલ મહિલા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓને જિલ્લા ભાજપ દ્વારા આવકારીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *