જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬
બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને ત્રણ માસ જેટલો સમય થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા અવાર નવાર વિરોધ બાદ સ્થિતિ યથાવત રહેતા યજમાનવૃત્તિ સાથે જોડાયેલા બ્રાહ્મણોનો મંદિરમાં યજમાનવૃત્તિ સાથે જોડાયેલ અહીંના બ્રાહ્મણોની હાલત કફોડી બની છે. બેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ એ એકમાત્ર આવકનો સ્ત્રોત ધરાવતા તીર્થગોર બ્રાહ્મણોને આ નિર્ણયથી આર્થિક ફટકો પડયો હોય આવકનો સ્ત્રોત બંધ થતાં બ્રાહમણો અસહાય જેવી સ્થિતિ અનુભવી રહ્યા છે.
રાજકોટ બ્રહમસમાજના અગ્રણી મીલનભાઈ શુકલ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ, વીડીયો સંદેશના માધ્યમથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. આ સાથે જ આઠ દિવસમાં નિર્ણય નહિં આવ્યે આગામી 17 તારીખથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નિર્ણય નહિં આવ્યે આગામી 25 તારીખથી આગામી રણનીતિ અમલમાં મૂકશે અને રાજ્યભરમાંથી બ્રાહ્મણ યુવાનો એકત્ર થઈ આંદોલનનું રણશિંગુ ફૂંકશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
