જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬
ખંભાળિયા શહેરમાં હાલ રમઝાનમાં તેમજ ઈદના તહેવારના અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વી.પી. માનસેતા, એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા, એસઓજી પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. એન.એચ. જોશી સહિતનાં પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા અહીંના ચાર રસ્તા, નગર ગેઈટ, મેઈન બજાર, પોરબંદર રોડ વિગેરે વિસ્તારોમાં ગત સાંજે ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા છે.



(ફોટો: કુંજન રાડિયા)
