Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત પોલીસ અધિકારીઓની આંતરિક બદલી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬

      દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ આજરોજ એક સામૂહિક ઓર્ડર જારી કરીને છ પી.આઈ. તેમજ એક પી.એસ.આઈ.ની જિલ્લામાં આંતરિક બદલી કરી છે. જેમાં ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.

      જ્યારે પી.આઈ. વી.કે. કોઠીયાને સાઇબર ક્રાઇમમાંથી દ્વારકા, આર.એન. હાથલીયાને લીવ રિઝર્વમાંથી ખંભાળિયા, એસ.આર. ખરાડીને લીવ રિઝર્વમાંથી મીઠાપુર, વી.એ. રાણાને સલાયા મરીન પોલીસ મથકમાંથી લીવ રિઝર્વમાં, એમ.બી. ગજ્જરને લીવ રિઝર્વમાંથી સલાયા અને જે.એમ. ચાવડાને લીવ રિઝર્વમાંથી મહિલા પોલીસ મથકમાં બદલવામાં આવ્યા છે. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *