Headlines

કલ્યાણપુરના પીંડારા ગામેથી જુગાર રમતા પા ંચ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. એમ.આર સવસેટાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નારણભાઈ આંબલીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર પીંડારા ગામે આવેલી સ્કૂલ પાસે બેસીને જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મેરામણ આલા માડમ, મૂળુભા સવાભા માણેક, રામ અરજણ કાંબરીયા, ભુરુભા રવુભા વાઢેર અને ભકુ કાના કંડોરીયા નામના પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 17,230 ની રોકડ રકમ તથા 6 મોબાઈલ સહિત કુલ રૂપિયા 42,730 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *