જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬
કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા હરદીપસિંહ ઉર્ફ હરુભા દિલીપસિંહ જાડેજા નામના 28 વર્ષના ગરાસિયા શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે 18,480 ની કિંમતની વિદેશી દારૂની નાની 70 બોટલ તેમજ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામ અરજણ કંડોરીયા નામના 43 વર્ષના શખ્સના કબજામાંથી રૂ. 9,240 ની કિંમતની વિદેશી દારૂની 35 બોટલ કબ્જે લઈ, પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા, પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, નારણભાઈ દેથરીયા, નિલેશભાઈ ગોજીયા, રામભાઈ ચંદ્રાવાડીયા અને રાજશીભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવી હતી.
