Headlines

ખંભાળિયામાં પરશુરામ જયંતિની ભક્તિભાવ પૂર ્વ ઉજવણી કરવામાં આવી

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬

અખાત્રીજના શુભ દિને ભગવાન શ્રી પરશુરામના જન્મ પર્વની ગઈકાલે ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે ગઈકાલે રવિવારે ખંભાળિયાના બ્રહ્મ સમાજ દ્વારા પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનો પ્રારંભ અત્રે નગર ગેઈટ પાસે શ્રી રામ મંદિરની બાજુમાં આવેલી સહસ્ત્ર ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતેથી કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી અને પુનઃ રામ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રામાં પરંપરાગત પરિવેશ સાથે મોટી સંખ્યામાં ભૂદેવો તેમજ ભક્તજનો જોડાયા હતા. આ ઉપરાંત મહા આરતી સાહિત્ય જુદા જુદા આયોજનમાં બ્રહ્મ સમાજના ભાઈઓ તથા બહેનો સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *