Headlines

દ્વારકાનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો


જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬

દ્વારકાનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

દ્વારકાના કીર્તિ સ્તંભ પાસે રહેતા જીતેશ વરજાંગભા માણેક નામના 36 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે તેના રહેણાંક મકાનમાંથી વેચાણ અર્થે રાખેલા રૂ. 36,700 ની કિંમતના 734 ગ્રામ ગાંજા તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 41,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ શખ્સ સામે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *