જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬
ખંભાળિયા નગરપાલિકાની રવિવારે યોજાઈ ગયેલી ચૂંટણીના આજરોજ મત ગણતરીના દિવસે પુનઃ ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. જ્યારે નોંધપાત્ર સંખ્યામાં ભાજપે 30 બેઠક મેળવી, આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારો તેમજ એક અપક્ષ ઉમેદવાર પણ વિજેતા બન્યા છે. આ વચ્ચે કોંગ્રેસના એક પણ ઉમેદવાર વિજેતા બન્યા ન હતા.
ખંભાળિયા નગરપાલિકાના કુલ નવ વોર્ડના 36 સભ્યો પૈકી ફોર્મ પરત ખેંચાયા બાદ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો તેમજ વોર્ડ નંબર 8 ના એક મહિલા સદસ્યા બિનહરીફ જાહેર થતાં 31 સભ્યો માટેની ચૂંટણીનું મતદાન રવિવારે યોજાયું હતું .જેની મતગણતરી આજે સવારથી અહીંના બસ સ્ટેન્ડ સામે આવેલી પ્રાંત કચેરી ખાતે શરૂ કરવામાં આવી હતી. અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાના વડપણ હેઠળ સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી પ્રક્રિયામાં ક્રમશઃ મતની પેટીઓ ખુલી હતી. જેમાં ગણતરીના પ્રારંભે પોસ્ટર બેલેટનું કાઉન્ટિંગ કરાયું હતું.
વોર્ડ નંબર 1 ની ખૂબજ ઉત્તેજનાસભર બની ગયું આ ચૂંટણીમાં ભાજપના દક્ષાબેન અનિલભાઈ વારીયા 962 મત, મધુબેન જયરાજભાઈ નકુમ 951 મત અને લખમણભાઈ જેઠાભાઈ ચાવડા 808 મત મેળવીને વિજેતા થયા હતા. આ સાથે મજબૂત અપક્ષ ઉમેદવાર ઉદય ખીમાણંદભાઈ ગઢવીએ નોંધપાત્ર 1866 મત મેળવી અને વિજય પ્રાપ્ત કર્યો હતો.
આ સાથે વોર્ડ નંબર 2 માં ભાજપના 21 વર્ષના સૌથી યુવા ઉમેદવાર ઋષિરાજ કિરીટભાઈ ખેતિયા 2357 મત, કવિતાબેન ભરતભાઈ ચાવડા 2212 મત, રસિકભાઈ લાલજીભાઈ નકુમ 2206 મત અને મુક્તાબેન કિશોરભાઈ નકુમ 2233 મત મેળવી, ભાજપની આ આખી પેનલ વિજેતા બની હતી.
આ ઉપરાંત વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારો જીગ્નેશ રવજીભાઈ પરમાર 1296 મત, પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા 1135 મત, હંસાબા ભીખુભા જેઠવા 1042 મત અને નીરવ દીપકભાઈ લાલ 1188 મત સાથે આખી પેનલ વિજેતા બની હતી.
વોર્ડ નંબર 4 માં ભાજપના ઉમેદવાર આલુ અમિતકુમાર મોવર 1163 મત, રેખાબેન જટાશંકર ખેતિયા 1357 મત અને ગોવિંદ હમીર સોલંકી 1099 મત મેળવીને તેમજ આમ આદમી પાર્ટીના અબુભાઈ કાસમભાઈ ભોકલ 1070 મત મેળવીને વિજેતા થયા છે.
આ સાથે વોર્ડ નંબર 5 ના આમ આદમી પાર્ટીના શરીફાબેન ફિરોઝ બ્લોચ 1116 મત, અવેશ યાકુબ સાટી 917 મત, રિહાના યાસીન રૂંઝા 974 મત અને ઈમ્તિયાઝખાન મહમદખાન લોદીન 943 નામના ચાર ઉમેદવારો સાથે "આપ"ની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે.
આ વચ્ચે મહત્વપૂર્ણ બાબત છે કે વોર્ડ નંબર 6 ના ભાજપના ચાર ઉમેદવારો મોહિત ભરતભાઈ મોટાણી, કિરણબેન પ્રદીપભાઈ ઘઘડા, મેઘાબેન નિકુંજભાઈ વ્યાસ અને મનીષ કાંતિલાલ નકુમ તેમજ વોર્ડ નંબર 8 ના મહિલા ઉમેદવાર ભાજપના સીમાબેન પ્રભાતભાઈ ચાવડા અગાઉ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે.
વોર્ડ નંબર 7 માં ભારતીય જનતા પાર્ટીના તમામ ચાર ઉમેદવારો રાજ અમૃતલાલ પાબારી 1906 મત, સોનલબેન પ્રવીણભાઈ વાનરીયા 1640 મત, વિજય નારણભાઈ કણજારીયા 1714 મત અને રેખાબેન કાનાભાઈ વિંઝોડા 1741 મત સાથેની પેનલ વિજેતા જાહેર થઈ છે.
વોર્ડ નંબર 8 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આશાબા ઈન્દ્રજીતસિંહ પરમાર 1295 મત, મહેશ શશીકાંત રાડિયા 1332 મત અને કૃપા રવિભાઈ ગોકાણી 1273 મત તથા વોર્ડ નંબર 9 ના ભાજપના વિજેતા ઉમેદવારો રવિ પ્રકાશભાઈ ગોકાણી 1927 મત, આશાભાઈ સામરાભાઈ લુણા 2452 મત, મોનાલીબા રવિરાજસિંહ જાડેજા 2249 મત અને દમયંતીબેન કાંતિલાલ ઓડીચ 2219 મત સાથેની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે.
આમ, ખંભાળિયા નગરપાલિકામાં હાલની પરિસ્થિતિમાં 36 પૈકી 30 બેઠક ભાજપને, પાંચ બેઠક આમ આદમી પાર્ટીને તેમજ એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. ત્યારે કોંગ્રેસના એક પણ વિજેતા ઉમેદવાર વિજેતા બન્યા નથી. ગત ટર્મમાં નગરપાલિકામાં 28 પૈકી 26 સભ્યો ભાજપના હતા.
મત ગણતરીના સ્થળે ભાજપના આગેવાનો તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સાથે પોલીસ દ્વારા પણ મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મતદાન પ્રક્રિયા બાદ વિજેતા થયેલા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ તેમજ ગગનભેદી વિજયનાદ સાંભળવા મળ્યો હતો.
ભાજપના આ નોંધપાત્ર બેઠક સાથેના ભવ્ય વિજય માટે સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મુળુભાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, નગરપાલિકાના નિરીક્ષક અનિલભાઈ તન્ના, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.






