જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬
ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશભાઈ વાઘેલાના પુત્રવધૂ પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં 3 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની, આ ચૂંટણીમાં જંગી લીડથી વિજેતા બન્યા છે. આ જીત બાદ વિજયયાત્રા પહેલા વિજેતા બનેલા પુષ્પાબેન વાઘેલાએ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર ચરણોમાં નમન કરી, ફુલહાર પહેરાવીને વિજય યાત્રાની શરૂઆત કરી હતી.





