– ભાતેલ – વડત્રા રોડ માટે સાંપળી મંજૂરી –
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના ભાતેલ નજીકના માર્ગ માટે મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 9 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ રિધ્ધિબા શક્તિસિંહ જાડેજા પાઠવેલા પત્રમાં ખંભાળિયા તાલુકાના ભાતેલ અને વડત્રા માર્ગના કામ માટે રૂપિયા 900 લાખ ફાળવવામાં આવ્યા છે. આશરે સાડા પાંચ કિલોમીટરની લંબાઈના આ મહત્વના રસ્તા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 900 લાખના ખર્ચે નવેસરથી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ રસ્તાના નિર્માણથી આ વિસ્તારના ગ્રામજનો, વાહન ચાલકોને ભારે સુગમતા બની રહેશે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
