Headlines

ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ


ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા

     દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે લૂની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ માનવતા સભર પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, ખંભાળિયા ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કામગીરી અર્થે આવનારા અરજદારો તેમજ કર્મચારીઓ માટે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ ગરમી અને લૂની અસરથી લોકોનું રક્ષણ કરવાનો છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *