Headlines

AI આધારિત ડીપફેક લોન ફ્રોડ ગેંગનો પર્દાફાશ



ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ


મુંબઈ સાયબર ક્રાઈમ સેલ અને દિલ્હી પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન AI અને deepfake ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન લોન ફ્રોડ ચલાવતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ દેશના અનેક રાજ્યોમાં સક્રિય હતી અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું અનુમાન છે.
સાયબર સેલના ડેપ્યુટી કમિશનર રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આરોપીઓ લોકોના આધાર કાર્ડ, PAN card અને ફોટાનો ઉપયોગ કરીને નકલી ડિજિટલ ઓળખ બનાવતા હતા. ત્યારબાદ AI generated video અને voice cloning દ્વારા લોન verification પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હતી.
કાર્યવાહી દરમિયાન પોલીસે ૨૧ લેપટોપ, ૩૦૦થી વધુ નકલી સિમકાર્ડ, અનેક મોબાઈલ ફોન અને ડિજિટલ સર્વર ડેટા જપ્ત કર્યો છે. અત્યાર સુધીમાં આ કેસમાં ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે ગેંગ ખાસ કરીને નાના શહેરોના લોકો અને ઓનલાઈન instant loan એપ્લિકેશન વાપરતા યુવાનોને નિશાન બનાવતી હતી. ઘણા લોકોના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાના પુરાવા પણ મળ્યા છે.
સાયબર નિષ્ણાતોએ લોકોને અજાણી એપ અને શંકાસ્પદ લિંકથી સાવચેત રહેવાની સલાહ આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ ડિજિટલ સુરક્ષા નિયમોને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *