Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલમ ાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો કરાયો નથી: તંત્ર


ખોટી અફવાઓથી દૂર રહેવા, ઇંધણની સંગ્રહખોરી ન કરવા તંત્રની અપીલ –

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં તાત્કાલિક કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હાલ સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોમાં ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક હોવાનું જિલ્લા સરકારી તંત્ર દ્વારા જણાવાયું છે.
આ અફવાઓને કારણે પેટ્રોલ પંપ ઉપર અનાવશ્યક ભીડ સર્જાઈ રહી છે. કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવીને પેટ્રોલ કે ડીઝલનો અતિરિક્ત જથ્થો ભરાવવા માટે દોડધામ ન કરવા તેમજ ડીઝલ અને પેટ્રોલનો પુરવઠો પૂરતો છે અને નિયમિત રીતે ઉપલબ્ધ હોય, કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા જિલ્લાની જનતાને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *