Headlines

ખંભાળિયામાં ધો. 10 ની બોર્ડની પરીક્ષામાં સે ન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ડંકો: એ-વન ગ્રેડ સાથે પાં ચ વિદ્યાર્થીઓ ઉતીર્ણ


જામ ખંભાળિયા, તા. ૧૧-૦૫-૨૦૨૬

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતી અને અહીંના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આ વખતે પણ ધોરણ 10 નું બોર્ડનું નોંધપાત્ર રીઝલ્ટ આવ્યું છે.
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખ્વાઈશ રાણીંગાએ 98.61 પી.આર. સાથે પ્રથમ ક્રમ, આયુષ નકુમે 97.77 બી આર સાથે દ્વિતીય ક્રમ, ક્રિષ્ના સાયાણીએ 97.08 પી.આર. સાથે ત્રીજો ક્રમ, વૈષ્ણવી સિંઘએ 96.94 પી.આર. સાથે ચોથો ક્રમ અને ત્રિશા દતાણીએ 95.58 પી.આર. સાથે શાળામાં પાંચમો ક્રમ મેળવ્યો છે.
આ સાથે શાળાના નોંધપાત્ર પરિણામ માટે સ્કૂલના ફાધર બેની જોસેફ, શાળાના ડાયરેક્ટર ફાધર પોલસન તેમજ વિદ્વાન શિક્ષકોની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉતીર્ણ બનેલા આ તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલકો તેમજ વાલીઓ વિગેરે દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *