Headlines

છાંયામાં બીમારીથી કંટાળીને ૨૯ વર્ષીય પરણીતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ



​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


​પોરબંદરના છાંયા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક યુવાન મહિલાએ બીમારીના કંટાળે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. કમલાબાગ પોલીસ મથકે નોંધાયેલ જાણવા જોગ વિગત મુજબ, છાંયા પંચાયત ચોકી પાસે રહેતા ૨૯ વર્ષીય કિરણબેન મનિષભાઈ રાણાવાયા છેલ્લા ત્રણેક મહિનાથી માનસિક બીમારીનો સાનમો કરી રહ્યા હતા. તેમની સારવાર ચાલુ હોવા છતાં માંદગીથી કંટાળીને તેમણે પોતાના ઘરે ફિનાઈલના બે ઘૂંટડા પી લીધા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મામલતદાર દ્વારા મહિલાનું ડાઈંગ ડિક્લેરેશન લેવામાં આવ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *