ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં સરપંચ ગૌતમે ગ્રામજનોના દિલ જીતી લેતું એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ગામના બસ સ્ટેશન પાસે તેમણે તિરંગા થીમ પર આધારિત આકર્ષક નિયોન લાઈટ લગાવી છે. ખાસ વાત એ છે કે, આ આધુનિક અને લબુક-જબુક થતી લાઈટ તેમણે સરકારની ગ્રાન્ટમાંથી નહીં, પરંતુ પોતાના વ્યક્તિગત ખર્ચે નખાવી છે.
અત્યાર સુધી સરકારી યોજનાઓના સફળ અમલીકરણ માટે જાણીતા સરપંચની લોકપ્રિયતામાં આ પગલાથી અનેકગણો વધારો થયો છે. રાષ્ટ્રપ્રેમ સાથે ગામની સુંદરતા વધારવાની આ પહેલ સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા પામી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સરપંચ ગૌતમ હંમેશા ગામના વિકાસ માટે તત્પર રહે છે, પરંતુ આ પ્રકલ્પ તેમની ગામ પ્રત્યેની વિશેષ લાગણી વ્યક્ત કરે છે.
