Headlines

કઠોળમાં આત્મનિર્ભરતા મિશન: પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ માટે ઓનલાઇન અરજી અંગે યાદી


જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬

         ભારત સરકાર દ્વારા કઠોળના ઉત્પાદન અને પ્રોસેસિંગને વેગ આપવા માટે “કઠોળમાં આત્મનિર્ભરતા મિશન” કાર્યરત કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ ઘટકની અંતર્ગત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો, સહકારી મંડળીઓ અને લાયક લાભાર્થીઓ માટે આઇ-ખેડુત ૨.૦ (i-Khedut 2.0) પોર્ટલ પર તા. 5 જૂન સુધી ઓનલાઇન અરજીઓ કરી શકશે.

     આ અંગે વધુ જાણકારી માટે જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક કે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *