જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬
જન્મદિન શુભેચ્છા
ખંભાળિયા તાલુકાના બેહ ગામના લોકપ્રિય સરપંચ તેમજ ગઢવી સમાજના અગ્રણી યુવા આગેવાન પ્રવિણભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે. તેઓ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક સેવા આપી રહ્યા છે.
કુશળ અને પ્રભાવશાળી નેતૃત્વ થકી તેમણે માત્ર બેહ ગામની કાયાપલટ જ નથી કરી, પરંતુ સમગ્ર જિલ્લાના સરપંચ સંગઠનને એક નવી ઊર્જા આપી મજબૂત બનાવ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન બેહ ગામમાં અનેક નોંધપાત્ર અને પ્રશંસનીય વિકાસકાર્યો થયા છે, જેમાં સમસ્ત ગ્રામજનો માટે અદ્યતન સમાજવાડીનું નિર્માણ, સ્મશાન ગૃહમાં તમામ પ્રકારની ઉત્તમ સુવિધાઓ, ગામના આંતરિક રસ્તાઓનું નવીનીકરણ, નવી શાળાઓ અને નૂતન પંચાયત ઘરનું નિર્માણ મુખ્ય છે. એટલું જ નહીં, ગ્રામજનોની સુખાકારી માટે ગામમાં એક મોટો સરકારી પાણીનો હોજ બનાવવામાં આવ્યો છે. જ્યારે પાણીની કટોકટીના સમયે પ્રવિણભાઈએ પોતાની વાડીનું પાણી ગામ માટે આપીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત પક્ષીઓ પ્રત્યેની જીવદયાના ભાગરૂપે તેમણે ગામમાં સ્વખર્ચે સુંદર ચબૂતરાનું પણ નિર્માણ કરાવ્યું છે.
સમાજ, સંસ્કૃતિ અને લોકસેવા પ્રત્યે અજોડ સમર્પણ ધરાવતા આ યુવા આગેવાનના જન્મદિવસે આજે વહેલી સવારથી જ રાજકીય, સામાજિક અગ્રણીઓ, દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદના હોદ્દેદારો અને ગ્રામજનો તરફથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. ભગવાન દ્વારકાધીશ અને માં ભગવતી સોનલ તેમને અખંડ યશ, કીર્તિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
