જામ ખંભાળિયા, તા. ૦૮: ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અને વીજ લાઈનના જરૂરી સમારકામની કામગીરીના હેતુથી ખંભાળિયા શહેરના નગર ગેઈટ ફીડર હેઠળના નગર ગેઈટ, તાલુકા પંચાયત, પોસ્ટ ઓફિસ રોડ, શારદા સિનેમા રોડ, રાજડા રોડ, સતવારા વાડ, શહીદ ભગતસિંહ ચોક, બંગલા વાડી, ગાયત્રીનગર, જલારામ મંદિર, શિરૂવાડી, બજાણા રોડ, વિગેરે વિસ્તારોમાં બુધવાર તા. 10 જૂનના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
