જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે શુક્રવાર તા. 12 ના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે.
આ જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એસ.એસ.સી., આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે હેલ્પર, ફિટર, મેસન, કાર્પેન્ટ, સ્કેપ ફોલ્ડર ટેકનીશ્યન અને ડી.જી, ઓપરેટર જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવી હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
