Headlines

પોરબંદરમાં મહિલા ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી: વ્હીકલ લાયસન્સ વગર વાહન ચલાવતી ૧૫ યુવતી-મહિલાઓના વાહનો ડીટેઈન

Oplus_131072

યુવાનોમાં પ્રશ્ન ઉઠ્યો હતો કે યુવતીઓ પ્રત્યે પોલીસ કેમ હળવો અભિગમ રાખે છે? યુવાનોને પણ ન્યાય આપશે પોરબંદર પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર

આજરોજ પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મહિલા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ડ્રાઇવીંગ લાયસન્સ વગર બેફામ રીતે વાહન ચલાવતી ૧૫ જેટલી યુવતીઓ અને મહિલાઓ પોલીસની પકડમાં આવી હતી, જેથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ તે તમામના વાહનો સ્થળ પર જ ડીટેઈન કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર ડ્રાઇવ એ.એસ.આઈ. ભાવનાબેન સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ માલીબેન મોઢવાડિયા, તથા પોલીસ કોન્સ્ટેબલ જ્યોતિબેન સોસા, હેતલબેન બારડ અને રેણુબેન બાંભણીયાની સક્રિય ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

સામાન્ય રીતે પોલીસ વિભાગ મહિલાઓ પ્રત્યે નરમાશભર્યો અભિગમ અપનાવતો હોય છે અને નાના-મોટા ગુનાઓમાં કે ટ્રાફિક ભંગમાં તેમને જવા દેતી હોય છે. પરંતુ, અગાઉના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો મહિલાઓની આ છૂટછાટનો ગેરલાભ ઉઠાવીને તેમની પાસે દારૂની હેરાફેરી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાવતા હોય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને પોરબંદર પોલીસે હવે મહિલાઓ પ્રત્યે પણ કડક વલણ અપનાવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કાયદા સમક્ષ સૌ સમાન છે તે નીતિને અનુસરીને કરવામાં આવેલી આ કડક અને નિષ્પક્ષ કામગીરી બદલ હાલ સમગ્ર શહેરમાં પોરબંદર પોલીસની ભારે પ્રશંસા થઈ રહી છે. પોરબંદરના યુવાનોની એવી માંગણી હતી કે યુવાનોને જ જે રીતે કાર્યવાહીના સકંજામાં લેવામાં આવે છે તે રીતે યુવતીઓ પ્રત્યે ભેદભાવ રાખીને નાના મોટા ટ્રાફિક વગેરેના ગુનામાં તેમને જતી કરવામાં શા માટે આવે છે? પોલીસે યુવતીઓને પણ પુરુષ સમોવડી ગણવી જોઈએ અને તેમની સાથ મેં પણ કાર્યવાહી થવી જોઈએ એવી લાગણી યુવા જગતમાં ઉઠવા પામી હતી તેને પોલીસે સઘનને ન્યાય આપ્યો છે. આ રીતે પોરબંદર પોલીસ સમગ્ર ગુજરાતની પોલીસ માટે એક આદર્શ મોડેલ તરીકે ઉભરી આવી છે. અન્ય જિલ્લાની પોલીસ પણ આમાંથી પ્રેરણા લેવા માટે મથી રહી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *