Saturday June 21, 2025

પોરબંદરમાં સાઇકલ હાઉસ નામની દુકાનમાં રુ. ૭૦ હજારની ચોરી

કોઈ અજાણ્યો વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી નજર ચૂકવીને ટેબલના ખાનામાં રાખેલા રૂપિયા લઈ ગયો

પોરબંદર
પોરબંદરમાં પાંજરાપોળ રોડ પર આવેલી સાઇકલ હાઉસ નામની એક દુકાનમાં કોઈ અજાણ્યા શખ્સે રુ. 70 હજારની રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે યોગેશ નરેન્દ્રભાઇ કોટેચા જાતે-લોહાણા (ઉ.વ.૩૬ ધંધો-વેપાર રહે.ફાયર બ્રીગેડની સામે દ્વારીકા એવનીયુ પોરબંદર)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર કોઇ અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની સાયકલ હાઉસ નામની દુકાનની અંદર પ્રવેશ કરી ફરીયાદીએ પોતાની દુકાનના ટેબલના ખાનામાં રાખેલ આશરે રોકડા રૂા. ૬૯,૮૦૦/- ની ચોરી કરી લઈ ગયો હતો. તા.૨૧/૧૨/૨૦૨૪ આશરે સાડા છ થી પોણા સાત વાગ્યા સુધીના સમયગાળામાં પાંજરાપોળ રોડ પર સાયકલ હાઉસ નામની દુકાને બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫ (A),૩૩૧(૪) મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ કે જે બલદાણીયાએ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top