ગણેશઝારામાં રૂ 15000 સાથે જુગાર રમતા ચાર ઝડપાયા
માધવપુર ગામ ગણેશજારા વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.
પોરબંદર
વિવિધ લાલિયાવાડીઓ માટે જાણીતી માધવપુર પોલીસને ફરી એક વખત શરમાવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. પોરબંદર એલસીબી પોલીસે પોરબંદરથી છેક માધવપુર પહોંચીને માધવપુર ગામના ગણેશઝારા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સોને રૂ. 15,000 સાથે ઝડપી લીધા હતા.
પોરબંદર એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જીતુ દાસા તથા કોન્સ્ટેબલ અજય ચૌહાણને મળેલ હકીકત આધારે, માધવપુર ગામ ગણેશજારા વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા રોકડા રૂા.૧૫,૧૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. પકડાયેલ આરોપીઓમાં (૧) રાજા ઉર્ફે રામ મુંજાભાઇ વાજા ઉ.વ.૭૦ રહે. માધવપુર ગામ બુટડા શેરી તા.જી.પોરબંદર. (૨) હીરા લીલાભાઇ ડાકી ઉ.વ ૬૫ રહે. માધવપુર ગામ બસ સ્ટેન્ડ પાછળ તા જી પોરબંદર (૩) રાજેન્દ્ર ઉર્ફે રાજુ માલદેભાઇ વાજા ઉ.વ ૬૦ રહે. માધવપુર ગામ મોહનભાઇ ડોઢીયાશેરી તા.જી. પોરબંદર, (૪) મગન પોલાભાઇ વાઘેલા ઉ.વ.૫૨ રહે. માધવપુર ગામ બકાલા માર્કેટ ડો નાગોરીના દવાખાના પાસેનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં એએસઆઇ રાજેન્દ્ર જોષી, રણજીત દયાતર, ગોવિંદ મકવાણા તથા જમાદાર ઉદય વરૂ, સલીમ પઠાણ, ઉપેન્દ્ર જાડેજા, હીમાંશુ મક્કા, કુલદીપ જાડેજા, લક્ષ્મણ ઓડેદરા, જીતુ દાસા તથા જમાદાર નાથીબેન કુછડીયા તથા કોન્સ્ટેબલ નટવર ઓડેદરા, વિરેન્દ્ર પરમાર, દુલા ઓડેદરા, અજય ચૌહાણ તથા ડ્રાપીસી ગોવિંદ માળીયા વિગેરે રોકાયેલ હતા.
