Saturday June 21, 2025

પોરબંદરમાં છોકરાએ વડીલને માર્યા, છોકરાની માતાને ખબર પડી, એણેય વડીલને માર્યા

દિપક નામના છોકરાની માતાને ખબર પડી એટલે એ પણ દીપકની સાથે જોડાઈ ગયા : વડીલને પોલીસ ફરિયાદ કરી

એક મહિલા પણ આટલી હદે જાય, કંઇક તો કારણ હશે: પોલીસ બધી તપાસ કરે તો ચોંકાવનારી વાતો બહાર આવે

પોરબંદર
પોરબંદરમાં એક છોકરાએ 60 વર્ષના એક વડીલને ગાળો દીધી. ઘણા બધા લોકો હતા તોય ગાળો દીધી કારણ કે તે પીધેલો હતો. દીપક નામના આ છોકરાએ વડીલને માર પણ મારી લીધો. આ વાતની દિપકની માતા સંતોકબેન ને ખબર પડી તો સંતોકબેન પણ આવ્યા અને એમણે પણ વડીલને ગાળો આપી અને માથામાં પથ્થર વાગ્યો એટલે વડીલનું માથું પણ ફૂટી ગયું. આટલું બધું થવાનું કંઈક તો કારણ હશે. એક મહિલા પણ ઉશ્કેરાઈ જાય અને તે પણ આટલી હદે, કંઈક તો કારણ હશે. આમાંથી એક પક્ષે અત્યારે પોલીસમાં ફરિયાદ થઈ છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે આવડાભાઇ રામાભાઇ શીંગરખીયા (અનુ.જાતી, ઉ.વ.૬૦ ધંધો-નિવૃત રહે.કડીયા પ્લોટ શેરી નં.૨, વણકરવાસ પોરબંદર)એ (૧) દિપક મંગાભાઇ શીંગરખીયા (૨) સંતોકબેન મંગાભાઇ શીંગરખીયા (રહે.બન્ને કડીયાપ્લોટ શેરી નં.૨, વણકરવાસ પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવવા અનુસાર આરોપી દીપકે ફરીયાદીને કેફી પીણુ પીધેલ હાલતમાં હોય અને ફળીયામાં લોકોને ગાળો આપતો હોય જેને આવુ ન કરવા જણાવતા દિપક ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને પાટુ મારી અને માથામાં પથ્થર વડે માર મારી ભુંડી ગાળો આપી અને સંતોકબેને દીપકનું ઉપરાણું લઇ ફરીયાદીને ભુંડી ગાળો આપી અને માથામાં પથ્થર વાગવાથી માથુ ફોડી નાખી માથામાં ઇજા કરી હતી.
તા.૨૩/૧૨/૨૦૨૪ ૧૧/૩૦ થી ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન કડીયાપ્લોટ આંબેડકર ચોક પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨),૧૧૮(૧),૩૫૨, ૩૫૧(૩),૫૪ મુજબ ગુનો દાખલ થતાં ફોજદાર જે એલ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top