હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયબર બોટ અનઅધિકૃત રીતે ટોકન વગર ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ
પોરબંદર
પોરબંદર પોલીસ છેલ્લા કેટલાક સમયથી આદુ વાળી કડક ચા પીને માછીમારો પાછળ પડી ગઈ છે ત્યારે નિયમ બહાર જઈને ટોકન વગર માછીમારી કરી રહેલ ચાર બોટને પોલીસે પકડી પાડી છે. હાર્બર મરીન પોલીસે 8 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે જેમાંથી સાત ઝડપાઈ ગયા છે, એકને પકડવાનો બાકી છે. પોલીસે જણાવ્યું કે
રાજયના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનઅધિકૃત રીતે જેમ કે, ટોન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેરકાયદેસર પધ્ધતીથી જેમ કે, લાઇન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઇટ ફીશીંગ થી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કોસ્ટલ એરીયામાં થતી ગેરકાયદેસર પ્રવૃતીને રોકવા તેમજ કોસ્ટલ સીક્યુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી પોરબંદર જીલ્લાના દરીયાઇ/દરીયાકાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ જે ડ્રાઇવ સબબ પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ તા.૨૩/૧૨/૨૦૨૪ ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે તથા પોલીસ સ્ટાફના માણસો બોટ મારફતે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન ચાર ફાયબર બોટ ( પીલાણા ) માં અનઅધિકૃત રીતે ટોકન વગર ગેરકાયદેસર રીતે ફીશીંગ કરતા મળી આવતા આ બોટના ટંડેલ તથા ખલાસી તથા બોટ માલીક વિરૂધ્ધ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ-૨૧ (૧) (ચ) મુજબના કુલ ૪ ગુન્હઓ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. કામગીરીમાં પીએસઆઇ એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. રાકેશ ફતેસીંગ ચૌધરી, એ.એસ.આઇ. ભરત વાઘેલા, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ, હેડ કોન્સ્ટેબલ પબરત બંધીયા વગેરે રોકાયેલ હતા.
હાર્બર મરીન પોલીસની ઝપટે ચડેલ આરોપીઓ
(૧) કરશન ઉર્ફે ટીંકોરી જીવાભાઇ સોલંકી ઉવ.૫૪ ધંધો-માછીમારી રહે.સુભાષનગર સંતોષી માતાના મંદીરની બાજુમાં પોરબંદર
(૨) ભુપેન કરશનભાઇ સોલંકી ઉવ.૩૫ ધંધો-માછીમારી રહે. સુભાષનગર સંતોષી માતાના મંદીરની બાજુમાં પોરબંદર
(૩) પ્રકાશ જીવાભાઇ ચામડીયા ઉવ.૪૧ ધંધો-માછીમારી રહે. સુભાષનગર રવિપાનની સામે પોરબંદર
(૪) હસમુખ કરશનભાઇ સોલંકી ઉવ.૨૯ ધંધો-માછીમારી રહે. સુભાષનગર સંતોષીમાતાના મંદીર પાસે પોરબંદર
(૫) જેનીશ ભરતભાઇ સોલંકી ઉવ.૨૪ ધંધો-માછીમારી રહે.સુભાષનગર રામાપીરના મંદીરની બાજુમાં પોરબંદર (૬) વિનય હરીભાઇ બામણીયા ઉવ.૨૧ ધંધો-માછીમારી રહે. સુભાષનગર સંતોષી માતાના મંદીરની બાજુમાં
(૭) મનીષ પ્રવિણભાઇ સોનેરી ઉવ.૨૨ ધંધો-માછીમારી રહે. સુભાષનગર રામાપીરના મંદીર પાસે પોરબંદર
(૪) પોલીસની ઝપટે નહી ચડેલ ટંડેલ – ભરત સોમાભાઇ સોલંકી રહે.સુભાષનગર રામાપીરના મંદીરની બાજુમાં પોરબંદર


