Saturday June 21, 2025

પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન પોરબંદર એલસીબી જમાદાર બાઈક અડફેટે ઘાયલ

જમાદાર ગોવિંદ મકવાણા ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ આરોપી મોટરસાયકલ ચાલકે ઇજાઓ કરી

પોરબંદર
કોલીખડા-આદિત્યાણા રોડ રોયલ હોટલ બાદ આવેલ મામાદેવના મંદીરથી આગળ થોડે દૂર બનેલી એક ઘટનામાં એક મોટરસાયકલ ચાલે કે પોરબંદર એલસીબી જમાદાર ગોવિંદ મકવાણાને લીધા હતા આ બનાવમાં અન્ય એક વ્યક્તિને પણ ઇજા થઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સરકાર તરફે પોરબંદર એલસીબી જમાદાર ગોવિંદ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદી જમાદાર સ્પેશ્યલ પ્રોહી. ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોલીખડા-આદિત્યાણા રોડ રોયલ હોટલ બાદ આવેલ મામાદેવના મંદીરથી આગળ પહોંચતા સામેથી રોંગ સાઇડમાં આરોપી મોટરસાયકલ નં. GJ-03-MA-6663ના ચાલકે કેફીપીણુ પીધેલ હાલતમાં પોતાની પાસેનું મોટરસાયકલ પુરપાટ અને મારોમાર, માનવજીદગી જોખમાય તે રીતે રોંગ સાઇડમાં ચલાવી ફરીયાદી પાસેના સરકારી મોટરસાયકલ GP-85 GJ-25-G-0661 ની જમણી બાજુ ઠોકર મારી ફરીયાદીને પછાડી દઇ આરોપીએ પાછળ બેસેલ ઇસમને નીચે પછાડી દઇ ફરીયાદીને શરીરે ડાબા હાથની કોણીમાં છોલાણની તથા જમણા હાથના પોચામાં ફેકચરની તથા જમણા પગના ગોઠણમાં મુંઢ ઇજા તથા જમણા પગની અંગુઠાની બાજુની આંગળીમાં લોહી નીકળતી ઇજા કરી, ફરીયાદી પાસેના સરકારી મોટર સાયકલની પગની બ્રેક વાળી દઇ નુકશાની કરી હતી. તા.૨૬/૧૨/૨૦૨૪ કલાક ૨૦/૦૦ના અરસામાં કોલીખડા-આદિત્યાણા રોડ રોયલ હોટલ બાદ આવેલ મામાદેવના મંદીરથી આગળ થોડે દૂર બનેલી આ ઘટના અંગે ઉદ્યોગ નગર પોલીસમાં ગુનો દાખલ થતાં ફોજદાર એસઆર જાડેજાએ તપાસ હાથ ધરી છે. આ પ્રોહી ડ્રાઇવ હતી એટલે સામાન્ય અકસ્માત હોવા ઉપરાંતનું બીજું કોઈ ઇન્ટેસ્નલ કારણ તો આ બનાવ પાછળ નથી ને? એની પણ પોલીસ તપાસ કરશે/ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top