Saturday June 21, 2025

ગઢવાણામાં પત્નીએ પતિને પોતાના માવતર વિશે ખરાબ બોલવાની ના પાડતા પતિનો હુમલો

પતિએ પત્નીને શેટ્ટી ઉપરથી નીચે પછાડી દીધી અને વાળ ખેંચીને ઘરની બહાર ફેંકી ખુનની ધમકી આપી

પોરબંદર

પત્નીઓ પોતાનો પતિ પોતાના વિશે ખરાબ બોલે એ તો ચલાવી લેતી હોય છે પરંતુ પોતાના માવતર વિશે ખરાબ બોલે તો તે એક હદ થી વધારે સહન થતું નથી. કુતિયાણા તાલુકાના ગઢવાણા ગામે એક યુવક પોતાની પત્નીના માવતર વિશે અવારનવાર ખરાબ વાતો કરતો હતો તેથી તેની પત્નીએ તેને આવી ખરાબ વાતો કરવાની ના પાડી તો પતિ ઉશ્કેરાઈ ગયો અને પત્નીને શેટ્ટી ઉપરથી ધક્કો મારીને નીચે પછાડી દીધી અને તેના વાળ ખેંચીને ઢસડી અને ઘરની બહાર લઈ ગયો અને ઘા કરી દીધો એટલું જ નહીં આવું કૃત્ય કરીને તેણે પોતાની પત્નીને મારી નાખવાની ધમકી આપી પત્નીએ આખરે પતિ સામે પોલીસ ફરિયાદ કરી દીધી અને તેની તપાસ મહિલા ફોજદાર કે એન ઠાકરિયા પાસે છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે મંજુબેન ખીમજીભાઇ ટુકડીયા (ઉ.વ.૩૪ ધંધો.ઘરકામ રહે.ગઢવાણા, તા.કુતિયાણા)એ ખીમજીભાઇ મોહનભાઇ ટુકડીયા (રહે.ગઢવાણા) સામે ફરિયાદ નોંધાવી છે. બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩),૮૫ મુજબ નોંધાવાયેલી આ ફરિયાદ અનુસાર આરોપી ફરીયાદીના માવતર વીશે અવારનવાર ખરાબ વાતો કરતો હોય જેથી ફરીયાદી એ ખરાબ વાતો કરવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને સેટી ઉપરથી ધક્કો મારી નીચે પડી દઇ ફરીયાદી ના વાળ ખેંચી ને ઢસડી ને ઘર ની બહાર લઈ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરીક તથા માનસીક ત્રાસ આપ્યો હતો. તા.૨૨/૧૨/૨૦૨૪ ૧૦/૩૦ વાગ્યાના અરસામાં ગઢવાણા ગામે બનેલી આ ઘટના અંગે કુતિયાણા પીએસઆઇ કે એન ઠાકરીયા એ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top