Saturday June 21, 2025

આદિત્યાણાથી પોરબંદર અપડાઉન કરતી બે યુવતી પર બે શખ્સોનો હુમલો

હુમલો કરનાર પણ આદિત્યાણા ગામના અને બંને યુવતીઓ સાથે બસમાં અપડાઉન કરતા હતા

રાહુલ અને નિખિલ નામના બંને શખ્સ છેલ્લા ઘણા સમયથી યુવતીઓ સાથે વિચિત્ર હરકતો કરી રહ્યા હતા

રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો: ફરિયાદની ગંભીરતાને લઈને ડીવાયએસપી ઋતુ રાબા પાસે તપાસ

પોરબંદર
છેલ્લા ઘણા સમયથી પીછો કરી રહેલા આદિત્યાણાના બે શખ્સોએ પોતાના જ ગામની બે યુવતીને બેફામ ગાળો સાથે ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ બંને શખ્સ બંને યુવતીઓનો પીછો કરી રહ્યા હતા કારણ કે બંને યુવતીઓ અને બંને આરોપીઓ આદિત્યાણાથી પોરબંદર સાથે અપડાઉન કરતા હતા અને તે દરમિયાન આરોપીઓ વિચિત્ર હરકતો કરતા હતા. આખરે મારામારી સુધી પહોંચી ગયો હતો અને મામલો પોલીસ સુધી પણ હવે પહોંચ્યો છે. રાહુલ અને નિખિલ નામના બે શખ્સો સામે એફઆઇઆર થઈ છે. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આ ફરિયાદની તપાસ ડીવાયએસપી ઋતુ રાબા પાસે છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે રીન્કીબેન મગનભાઇ કારાભાઇ વાળા (અનુ.જાતી ઉ.વ ૨૨ ધંધો અભ્યાસ રહે.આદીત્યાણા ડંકીવાસ તા.રાણાવાવ)એ
(૧) રાહુલ સાજણ ગરેજા (૨) નીખીલપરી જયેશપરી (રહે.બન્ને આદીત્યાણા) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરીયાદી તથા ફરીયાદીના બહેન ધર્મીષ્ઠાબેન બન્ને જણી આદીત્યાણાથી પોરબંદર અભ્યાસ માટે અપડાઉન કરતી હોય અને આ કામના આરોપીઓ પણ અપડાઉન કરતા હોય જેથી આરોપીઓ ફરીયાદી તથા ધર્મિષ્ઠાબેનને અવાર નવાર સંભળામણી કરી હેરાન કરતા હોઈ અને તા.૨૭/૧૨/૨૦૨૪ના ફરીયાદી તથા ધર્મીષ્ઠા પોરબંદર એસટી ડેપોથી પોરબંદર આદીત્યાણા એસ.ટી બસમાં બેઠેલ અને આદીત્યાણા બસ સ્ટોપ ખાતે બપોરના દોઢેક વાગ્યના આરશામાં બસ માંથી ઉતરેલ ત્યારે આરોપી નીખીલે ફરીયાદી તથા ધર્મિષ્ઠાને ઢીકાપાટુનો મારી મારી બન્ને આરોપીઓએ સ્ત્રીની મર્યાદાનુ અપમાન કરવાના ઇરાદે ભુડી ગાળો કાઢી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી એક બીજાને મદદગારી કરી હતી. તા.૨૭/૧૨/૨૦૨૪ કલાક ૧૩/૩૦ વાગ્યાના સમય દરમ્યાન આદિત્યાણા દસટાંક પાસે બનેલી આ ઘટના અંગે રાણાવાવ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨),૭૯,૩૫૨,૫૪ તથા અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતી (અત્યાચાર) પ્રતિબંધ અધિનિયમ- ૧૯૮૯ અને એમડમેન્ટ એકટ- ૨૦૧૫ ની કલમ ૩(૧)(C), ૩(૧)(R),૩(૧)(S),3( ૧)(W)(૧),૩(૨)(૫) મુજબ ગુનો દાખલ થતાં ડીવાયએસપી ઋતુ રાબાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top