વાનગી સ્પર્ધામાંવિદ્યાર્થીઓની કલા જોઈને શિક્ષકો આફરીન થઈ ગયા
હરેશ જોષી – કુંઢેલી
ગણેશ શૈક્ષણિક સંકુલ-રાળગોનમાં ઘોરણ 1 થી 12 ના વિદ્યાર્થી દ્વારા વાનગી સ્પર્ધાનુ આજરોજ
શાળામાં અભ્યાસ કરતા ભાઈઓ બહેનો દ્વારા યોજાયેલ સહ અભ્યાસિક પ્રવૃતિઓના ભાગ રૂપે યોજાયેલ વાનગી સ્પર્ધા યોજાઇ હતી . જેમાં કુલ 145 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.અને અવનવી રસોઈની વાનગીઓ બનાવવામાં આવેલ હતી.જેમા ભૂંગળા બટેટા/પાણીપુરી/મેગી/પાસતા/ગુલાબ જાંબુ/ભેળ/આલુ પરોઠા/ઓળો રોટલો/ચા/કોફી/બદામ ચેક/સેવ ખમણ પકોડા/ સેન્ડવિસ જેવી વાનગીઓ બનાવામાં આવેલ અને વિદ્યાર્થીઓએ રસોઈ બાબતે પોતાના વિચારો રજુ કર્યા હતા. અને રસોઈ બનાવવાનો આનંદ વ્યક્ત કરેલ.તેમજ શિક્ષક બહેનો દ્વારા તમામ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ.શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓને નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

